: send direct message to facebook :


લોકસભાની ચૂંટણી જીતવા માટે યુવાન મતદારો પર દરેક પક્ષની નજર છે. જ્યારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શુક્રવારે મહારાષ્ટ્રનાં પુણેમાં વિદ્યાર્થીઓ સાથે સીધી વાતચીત કરી હતી. જેમાં કેટલાય વિધ્યાર્થીઓએ રાહુલ ગાંધીને સીધા સવાલો પૂછ્યા હતા. જેમાં એક વિદ્યાર્થીએ રાહુલ ગાંધીને ન્યાય યોજના માટે સવાલ કર્યો હતો કે તમે ભારતનાં 20 ટકા ગરીબોને વાર્ષિક 72000 રૂપિયા આપવાનો વાયદો કર્યો છે. તો આ ફંડ કયાંથી આવશે?
વિદ્યાર્થીના સવાલનો રાહુલ ગાંધીએ જવાબ આપ્યો હતો કે અમે નીરવ મોદી, અનિલ અંબાણી, મેહુલ ચોક્સી અને વિજય માલ્યા પાસેથી પૈસા લઈને ગરીબોને આપીશું. પરંતું મધ્યમ વર્ગનો ટેક્સ વધારીશું નહી. રાહુલે જણાવ્યું કે અમે આ યોજના પર સમગ્ર ગણતરી કરી છે, પૈસા ક્યાંથી આવશે અને તેનું વિતરણ કેવી રીતે કરવાનું છે.
શરૂઆત પાયલોટ પ્રોજેક્ટ તરીકે લાગુ કરીશું. અને પછી આ પ્રોજેક્ટને સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવશે. નોકરી બાબતે રાહુલ ગાંધીએ જણાવ્યું કે અત્યારે આપણા દેશમાં દર 24 કલાકમાં 27 હજાર નોકરીઓ ગુમ થઈ રહી છે, ત્યારે ચીન સતત તેના દેશમાં નોકરીઓનુ ઉત્પાદન કરી રહ્યું છે. આપણા દેશમાં કુશળતાને પ્રાધાન્ય નથી મળતું. વિદ્યાર્થીઓ સાથે સીધા સંવાદમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર પ્રહાર કર્યા હતા.
તેમણે જણાવ્યું કે નોટબંધી અને જીએસટી જેવા નિર્ણયોથી દેશની અર્થવ્યવસ્થાને મોટો આંચકો લાગ્યો છે. નોટબંધીથી અર્થવ્યવસ્થા જે મોટો આચંકો લાગ્યો છે કે તેને પાછો નહી ખેંચી શકાય. અમારી સરકાર આવશે તો દેશની અર્થવ્યવસ્થાને બચાવવાનું કામ કરીશું. રાહુલ ગાંધીએ કોંગ્રેસ પાર્ટીના મેનિફેસ્ટોને વિદ્યાર્થીઓ સામે રાખ્યો હતો. કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે અમે લોકો સાથે વાતચીત કર્યા પછી અમે મેનિફેસ્ટો તૈયાર કર્યો છે. જે માટે અમે ખેડૂતો, મહિલાઓ, સૈનિક ,યુવાનવર્ગ , વૃદ્ધો અને બધા વિભાગો સાથે વાત કરીને મેનિફેસ્ટો તૈયાર કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધી શુક્રવારે મહારષ્ટ્રમાં ત્રણ મોટા કાર્યક્રમાં ભાગ લેવાના છે. અને તેઓ બે રેલીઓને પણ સંબોધિત કરવાના છે.

Post a Comment

 
Top
Aapanu Gujarat