: send direct message to facebook :

મુખ્ય નિર્વાચન અધિકારી ડૉ. એસ. મુરલી ક્રિષ્ણાએ જણાવ્યું હતું કે, ચૂંટણી આચાર સંહિતા દરમિયાન પક્ષ, પક્ષના કાર્યકર, ઉમેદવાર અંગે રોકડની હેરફેર માટે ચૂંટણી પંચ દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.
મુખ્ય નિર્વાચન અધિકારી ડૉ. એસ. મુરલી ક્રિષ્ણાએ વધુ વિગતો આપતા કહ્યું હતું કે, ચૂંટણીના સમયગાળા દરમિયાન રાજકીય પક્ષોના નેતા, ઉમેદવાર અને પક્ષના કાર્યકરો માટે રોકડ રકમ સાથે રાખવા બાબતે પંચે માર્ગદર્શિકા આપી છે. તપાસ દરમિયાન, ઉમેદવાર કે તેના એજન્ટ કે પક્ષનો કોઈ કાર્યકર અથવા ચૂંટણી સંબંધિત સામગ્રી, પોસ્ટર્સ સાથેના કોઈ વાહનમાં રૂ. 50 હજાર થી વધુ રોકડ મળી આવશે અથવા આ વાહનમાં કોઈ પણ પ્રકારના ડ્રગ્સ, દારૂ, હથિયારો અથવા રૂ.10 હજારથી વધુ કિંમતની એવી ભેટ-સોગાદો મળી આવશે કે, જેનો ઉપયોગ મતદારોને લલચાવવા માટે થવાની સંભાવના હોય અથવા કોઈ ગેરકાનૂની વસ્તુઓ (illicit articles) લઈ જવાતી જણાશે તો, તે જપ્તીને પાત્ર રહેશે. આ તપાસ અને જપ્તીની સમગ્ર ઘટના વીડિયો ટુકડી દ્વારા સ્થળ પર જ વીડિયો/સીસીટીવીમાં કેપ્ચર કરવામાં આવશે અને તેની વીડિયો સીડીની નકલ દરરોજ ચૂંટણી અધિકારીને મોકલવામાં આવશે.

આ ઉપરાંત કોઈ સ્ટાર પ્રચારક (Star Campaigner) ખાસ તેમના વ્યક્તિગત ઉપયોગ માટે રૂ.1 લાખ સુધીની રોકડ રકમ લઈ જતા હોય અથવા પક્ષનો કોઈ કાર્યકર રોકડ રકમ સાથે, તેનો ઉપયોગ કેવી રીતે થવાનો છે તેની વિગતો દર્શાવતું પક્ષના ખજાનચીનું પ્રમાણપત્ર સાથે લઈ જતા હોય તો સ્થાયી દેખરેખ ટુકડી (SST)ના અધિકારી પ્રમાણપત્રની નકલ પોતાની પાસે રાખી લેશે અને રોકડ જપ્ત કરશે નહી, તેમ મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીએ જણાવ્યું હતું.
જો કોઈ વાહનમાં રૂપિયા 10 લાખથી વધુ રોકડ રકમ મળે અને કોઈ ગુનો બનવાની શંકા ન હોય અથવા કોઈ ઉમેદવાર કે એજન્ટ કે પક્ષના કાર્યકર સંકળાયેલ ન હોય તો, સ્થાયી દેખરેખ ટુકડી (SST) રોકડ જપ્ત કરશે નહી અને આવકવેરા સંબંધી કાયદા હેઠળ જરૂરી કાર્યવાહી કરવા માટે એ માહિતી આવકવેરા સત્તાધિકારીને મોકલી આપશે.
મુખ્ય નિર્વાચન અધિકારી ડૉ. એસ. મુરલી ક્રિષ્ણાએ કહ્યું હતું કે, લોકસભાની સામાન્ય ચૂંટણી માટે આચાર સંહિતા ચૂંટણી જાહેરાતથી જ અમલમાં આવી છે. સમગ્ર રાજ્યમાં ચૂંટણી ખર્ચ માટે જિલ્લા કક્ષાએ ચૂંટણી તંત્રને સજ્જ કરાયું છે. દરેક જિલ્લામાં ચૂંટણી ખર્ચના એક નોડલ અધિકારી અને વિવિધ ટીમની રચના કરાઈ છે. ચૂંટણીની જાહેરાતની તારીખથી જિલ્લા કક્ષાએ ખર્ચની વિવિધ ટીમ વચ્ચે સંકલન માટે ખર્ચ નિયંત્રણ સેલ કાર્યરત કરાયા છે. ખર્ચની ટીમ પૈકી, 563 ફ્લાઈંગ સ્ક્વોડ, 378 વીડિયો સર્વેલન્સ ટીમ, 207 વીડિયો વ્યુઈંગ ટીમ, 26 એકાઉંટીંગ ટીમ કાર્યરત કરાઈ છે.
આ ઉપરાંત, ઈન્કમ ટેક્ષ વિભાગ દ્વારા 400થી વધુ અધિકારીઓની નિમણૂક કરી છે. ખર્ચ નિયંત્રણ માટે રાજય કક્ષાના નોડલ અધિકારીશ્રીઓ પણ નિમાયા છે. પંચ દ્વારા ટુંક સમયમાં ખર્ચ નિરીક્ષકની નિમણુંક થનાર છે. ચૂંટણીની અધિસૂચના થયેથી 639 સ્ટેટીક સર્વેલન્સ ટીમ અને 208 જેટલા મદદનીશ ખર્ચ નિરીક્ષક કામગીરી શરૂ કરશે. ફ્લાઈંગ સ્ક્વોડના વાહનો જિલ્લા કક્ષાએ મોનિટર કરવા તેમા જી.પી.એસ. ફીટ કરવા સર્વે કલેક્ટરને સૂચના અપાઈ છે, તેમ પણ તેમણે ઉમેર્યુ હતું.
– રાજ્યમાં આચારસંહિતા ભંગની 223 ફરિયાદ નોંધાઈ
– 99 હજાર બેનરો વહીવટીતંત્ર દ્રારા હટાવાયા
– 142 ફરીયાદની તપાસ, 22 અન્ય ફરિયાદનો નિકાલ
– 25 માર્ચ સુધી નવા મતદાર નોંધણી કરાવી શકશે
– સ્ટાર પ્રચારક વ્યક્તિગત ઉપયોગ માટે રૂ.1 લાખ સુધી લઈ જઈ શકશે
– 563 ફ્લાઈંગ સ્ક્વોડ, 378 વીડિયો સર્વેલન્સ ટીમ
– 207 વિડીયો વ્યુઈંગ ટીમ, 26 એકાઉટીંગ ટીમ કાર્યરત
– 56890 પરવાનેદાર હથિયાર પૈકી 39915 જપ્ત
– તકેદારીના ભાગરૂપે 22358 બિજા જામીનપાત્ર વોરંટ બજાવાયા
– 51323 વ્યક્તિ સામે લેવાયા અટકાયતી પગલા
– પ્રોહિબિશન એક્ટ મૂજબ 405, પાસા હેઠળ 209 કેસ
– રૂ.3.23 કરોડની કિંમતનો 1.11 લાખ લીટર દારૂ ઝડપાયો
– 5.17 કરોડથી વધુના વાહન સાથે 6763ની અટકાયત
– ફ્લાઈંગ સ્ક્વોડે રૂ.1.40 કરોડની રકમ જપ્ત કરી
– 44.51 લાખ પરત કરાયા, 95.43 લાખ જપ્ત કરાયા
– સી વીજિલ એપમાં ચૂંટણીપંચને મળી 212 ફરિયાદ
– 79 ફરિયાદ પ્રથમ રીતે ડ્રોપ, 133 ફરિયાદનો નિકાલ

Post a Comment

 
Top
Aapanu Gujarat