: send direct message to facebook :


જામનગરમાં હાર્દિક પટેલનો જોરદાર વિરોધ કરવામાં આવી રહ્યો છે. જામનગરમાં ઠેરઠેર હાર્દિક પટેલના વિરોધમાં બેનર લાગ્યા છે. જામનગર-રાજકોટ હાઈવે પર બેનર લાગ્યા છે. લોકોએ ધ્રોલમાં હાર્દિક હાય હાયના નારા પણ લગાવ્યા. હાર્દિકના વિરોધમાં લગાવવામાં આવેલા બેનરોમાં લખવામાં આવ્યું છે કે…

હાર્દિક પાટીદાર સમાજનો ગદ્દાર કેમ..?
– રાજકીય લાભ ખાટવા 14 પાટિદારોનો ભોગ લીધો
– શહીદ પાટીદારોને ન્યાય અપાવ્યા વગર રાજકરણમાં ગયો.
– પાટીદારોને ગધાડે ચઢાવી પાટીદારોના પ્રશ્નોને અદ્ધવચ્ચે મૂકી રાજકારણના ઘોડે બેસી ગયો.
– પાટીદારોને માર ખવડાવી તથા પોલીસ જોડે દુશ્મની કરાવરાવીને હાર્દિક ગદ્દાર રાજકરમમાં જોડાઇ ગયો.
– પાટીદારોના કેટલાય દિકરાઓના જીવન સુધારવાની જગ્યાએ બરબાદ કરી રાજકરણમાં જતો રહ્યો.
– અલ્પેશ કથીરીયાને જલમાં મૂકી પોતે રાજકરણમાં જોડાઇ ગયો.
– દરેક સમાજને એક પાટીદારની નમ્ર વિનંતિ કે, જે પોતાના પાટીદાર સમાજનો નથી થયો એ અન્ય સમાજનો શું થશે.
ઉલ્લેખનિય છે કે, આજે અમદાવાદનાં ઘાટલોડિયામાં પાટિદાર ચોક ખાતે હાર્દિક પટેલનાં પૂતળાનું દહન કરવામાં આવ્યું. હાર્દિક પટે સામે ‘સમાજનાં ગદ્દાર’ અને ‘કૉંગ્રેસનાં દલાલ’ જેવા સૂત્રોચ્ચાર લાગ્યા હતા. આ ઉપરાંત ‘હાર્દિક પટેલ હાય હાય’નાં નાનાઓ બોલાવવામાં આવ્યા હતા. પાટીદાર યુવકોએ હાર્દિક પટેલનો વિરોધ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે દિવસે દિવસે પાટીદાર સમાજમાં હાર્દિક સામે રોષ વધી રહ્યો છે.

Post a Comment

 
Top
Aapanu Gujarat