સીબીએસઇ બોર્ડનું 12મા ધોરણનું પેપર લીક થઇ ગયું છે. મળતી માહિતી પ્રમાણે એકાઉન્ટનું પેપર લીક થયું છે. એકાઉન્ટના પેપરની પરીક્ષા આજે જ યોજાવાની હતી. સીબીએસઇએ પેપર લીક કેસની તપાસ શરૂ કરી દીધી છે.
પોર્ટના મુજબ ગુરૂવારના રોજ સવારે જ વ્હોટ્સએપ પર એકાઉન્ટનું પેપર સર્કુલેટ થઇ ગયું હતું. સીબીએસઇ આજની પરીક્ષા રદ્દ કરી શકે છે. સવારે અંદાજે 9:45 વાગ્યે એકાઉન્ટનું પેપર સેન્ટરો માટે મોકલાયું હતું.
પેપર લીકના સમાચાર પર દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ કહ્યું કે દોષિતોની વિરૂદ્ધ આકરા પગલાં લેવાશે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે સીબીએસઇના 12મા ધોરણના પેપર લીક થવાની ફરિયાદ મળી છે. શિક્ષણ નિર્દેશાલયના અધિકારીઓને કેસની તપાસ કરવા અને આ અંગે ફરિયાદ નોંધાવાનું કહ્યું છે. દોષિતોના વિરૂદ્ધ કડક કાર્યવાહી કરાશે જેથી કરીને સીબીએસઇની બેદરકારીની નુકસાની મહેનત કરતાં વિદ્યાર્થીઓને ઉઠાવું ના પડે.
Post a Comment