: send direct message to facebook :

મધ્ય પ્રદેશ અને રાજસ્થાન પછી હવે હરિયાણામાં પણ 12 કરતાં ઓછી વયની બાળકીઓ પર બળાત્કાર ગુજારનાર દોષિતેને ફાંસી આપવાનો વિધેયક પસાર થયું છે. આજે-ગુરુવારે આ વિધેયકને બહાલી આપવામા આવી છે. તાજેતરના મહિનાઓમાં બાળકીઓ પર બળાત્કાર ગુજાર્યા પછી હત્યાની અનેક ઘટનાઓ બની છે અને આ મુદ્દે રાજ્ય સરકારની ભારે ટીકા થઈ છે.
જાન્યુઆરી મહિનામાં જ પાંચ દિવસમાં સાત બાળાઓની બળાત્કાર બાદ હત્યા કરાઈ હતી. આ સાથે રાજ્યમાં મહિલાઓ અને બાળાઓની સુરક્ષા સામે ભારે આશંકા ઉદભવી હતી. આ અંગે રાજ્યના મુખ્યપ્રધાન મનોહર ખટ્ટરે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર વિધાનસભાના વર્તમાન સત્રમાં જ વિધેયક રજૂ કરશે અને દોષિત ઠરેલા આરોપીઓને આકરી સજા કરાશે.

હરિયાણા અગાઉ મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં પણ 12 વર્ષથી ઓછી વયની બાળાઓના બળાત્કારીઓને ફાંસી આપવાના વિધેયકને બહાલી આપવામાં આવી છે.

Post a Comment

 
Top
Aapanu Gujarat