: send direct message to facebook :

ઉત્તર પ્રદેશમાં ગોરખપુર-ફૂલપુર લોકસભાની બેઠક પર થયેલા પેટાચૂંટણીમાં સમાજવાદી પાર્ટીએ બસપાની મદદથી જીત મેળવી છે. આ જીત પછી ગુરૂવારે બસપા પ્રમુખ માયાવતીએ પહેલી પ્રતિક્રિયા આપી છે. માયાવતીએ ચંડીગઢમાં વિશાળ રેલીને સંબોધતા કહ્યું કે, ભાજપ દલિત વિરોધી પક્ષ છે. જેના કારણે તેની હાર થઈ છે. તેમજ પંજાબમાં રેલી કરતાં હોવાથી કહ્યું કે, પંજાબની સરકારે દલિત અને કાંશીરામને ગંભીરતાથી લીધા ન હતા.
આ ઉપરાંત કેન્દ્રની ભાજપ સરકાર પર ટિપ્પણી કરતાં કહ્યું કે, જ્યારથી કેન્દ્રમાં અને ઘણાં રાજ્યોમાં ભાજપ સરકાર બની છે ત્યારથી આરએસએસના એજન્ડાને લાગુ કરવાના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. દલિત, મુસ્લિમ સહિત ગરીબ લોકોને હેરાન કરવામાં આવી રહ્યા છે. તેમજ દલિતો પર થઈ રહેલા અત્યાચારમાં પણ વધારો થઈ રહ્યો છે. તેમણે આ સાથે જ હૈદરાબાદ અને ગુજરાતની ઉનામાં થયેલ ઘટનાનો પણ ઉલ્લેખ કર્યો હતો.

માયાવતીએ રાજ્યસભામાં આપેલા રાજીનામા અંગે પ્રતિક્રિયા આપતાં કહ્યું કે, જ્યારે મારી વાત રાજ્યસભામાં રજુ કરવાની કોશિશ કરી ત્યારે મને રોકવામાં આવી હતી, એ કારણથી જ રાજ્યસભામાંથી રાજીનામું આપ્યું છે. તેમજ તેમણે કહ્યું કે, જો દેશની સંસદમાં જ દલિતોનો અવાજ દબાવવામાં આવી રહ્યો છે તો ત્યાં રહેવાનો જ શું ફાયદો, તેથી રાજ્યસભામાં રાજીનામું આપ્યું હતું. ભાજપ દલિત વિરોધી પાર્ટી છે. તેમજ સહારનપુરમાં જે હિંસા થઈ છે તેને જાણ સમજીને વધારવામાં આવી છે.
માયાવતીએ કાંશીરામના જન્મદિવસ પર વિશાલ રેલીનું આયોજન કરતાં કહ્યું કે, આજની આ રેલી બસપા તરફથી 2019ની ચૂંટણી માટેનો શંખનાદ છે. જે આગામી સમયમાં વધુ મજબૂતીથી આગળ વધવામાં આવશે. તેમજ માયાવતીએ સપા-બસપાના ગઠબંધનથી જીત મેળવી હોવાથી 2019માં ભાજપને હરાવવા માટે તમામ વિપક્ષના પક્ષો સાથે આવે તેવી પણ પહેલ કરી છે. આજની રેલી સાથે માયાવતી ફરી એકવખત દલિત અને ગરીબ લોકોના માટેનો વોટબેન્કનો કાર્ડ રમવા માંગે છે.

Post a Comment

 
Top
Aapanu Gujarat