: send direct message to facebook :

દેશની રક્ષા માટે સેનામાં જોડાવવા માંગતા અને સરકારી નોકરીના માધ્યમથી દેશની સેવા કરવા માંગતા લોકો માટે સારા સમાચાર આવી શકે છે. સંસદની રક્ષા મામલે સ્થાયી સમિતિ તરફથી રક્ષા મંત્રાલયને ભલામણ કરવામાં આવી છે કે કેન્દ્ર અને રાજ્ય સરકારની સેવાઓમાં સીધી નિમણુંક ઈચ્છતા ઉમેદવારો માટે 5 વર્ષની સૈન્ય સેવા ફરજિયાત કરવી જોઈએ. આ અંગે ભલામણ કરવામાં આવી છે કે તેના પરિણામે સશસ્ત્ર સેના દળોમાં અધિકારીઓની રહેતી ખોટ પણ દૂર થઈ જશે.
આ ભલામણને સેવા અને પ્રશિક્ષણ વિભાગ પાસે મોકલવામાં આવી છે. જો કે આ મામલે વિભાગ તરફથી કોઈ પણ જવાબ આપવામાં આવ્યો નથી. જેથી જો ભલામણ માની પણ લેવામાં આવે તો તેને અમલમાં લાવવાની ક્રિયા કયારથી કરવામાં આવશે તેના પર પ્રશ્નો ઊભા જ છે. સમિતિ તરફથી આ પ્રશ્ન હાલમાં અધિકારીઓની પડી રહેલી ખોટને પૂર્ણ કરવા માટે ઉઠાવવામાં આવ્યો છે.

અત્રે નોંધનીય છે કે સેનાના ત્રણે અંગમાં જ્યાં એક તરફ અધિકારીઓની મોટી ખોટ વર્તાય રહી છે ત્યાં બીજી તરફ તેમની સામે મુશ્કેલીઓ પણ વધી રહી છે. હાલમાં સશસ્ત્ર સેનામાં 7679, નૌસેનામાં 1434 અને વાયુસેનામાં 146 અધિકારીઓની ખોટ પડી રહી છે. તો તેની સામે સેનામાં જેસીઓ અને જવાનોની વાત કરવામાં આવે તો સશસ્ત્ર સેનામાં 20185, નૌસેનામાં 14730 અને વાયુસેનામાં 15357 જવાનોની ખોટ થઈ રહી છે. જેને જોતાં આ નવતર પ્રયોગ લાભદાયી બની શકે છે. આ ઉપરાંત ચીન જેવા દેશોમાં એક બાળકને ફરજિયાત સેનામાં મોકલવાની વાત પણ ખાસ નોંધનીય છે.

Post a Comment

 
Top
Aapanu Gujarat