: send direct message to facebook :

ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે જણાવ્યું છે કે અમે વધારે પડતો આત્મવિશ્વાસ ધરાવતાં હતાં, આથી અમે હારી ગયા છીએ. ચૂંટણી હોય કે પરીક્ષા એકવાર તૈયારીની ચોક્કસ ચકાસણી કરી લેવી જોઈએ. આ હારથી બોધપાઠ લઈ લોકસભાની 2019ની ચૂંટણીમાં વધુ સારો દેખાવ કરીશું.
29 વર્ષથી ભાજપની બેઠક ગોરખપુરમાં થયેલી હાર અંગે યોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે કાર્યકર્તાઓને એમ હતું કે યોગીજી છે તો બધું યોગ્ય છે. તેમની બેઠક છે તો આપણે આમ જ જીતી જઈશું. કાર્યકરોએ જાણી લેવું જોઈએ કે ગમે તેટલો વિશ્વાસ હોય, છતાં ચૂંટણીમાં સંપૂર્ણ તૈયારી સાથે જ ઉતરવું જરૂરી છે.
ગોરખપુરની બેઠક માટે 11 માર્ચે યોજાયેલી ચૂંટણીમાં માત્ર 43 ટકા જેટલા નીચા મતદાનને લીધે પણ ભાજપની હાર થઈ છે. આ અંગે યોગી આદિત્યનાથે વધુમાં જણાવ્યું હતું કે અમારા કાર્યકરોને લાગ્યું કે અમે સરળતાથી જીતી જનાર છીએ. આથી અમારે વોટ આપવા જવાની જરૂર જ નથી.
સપા અને બસપાના ગઠબંધનને કજોડું ગણાવતા યોદી આદિત્યનાથે વધુમાં જણાવ્યું હતું કે આ જ લોકો અગાઉ ઈવીએમ સામે પ્રશ્ન ઉઠાવતા હતા, પરંતુ હવે જીતી ગયા છે તો ઈવીએમ યોગ્ય લાગે છે. અમે સમય અગાઉ વહેલા પડી ગયા છીએ. આથી સંતુલન કેળવવા માટે સમય મળી રહેશે અને 2019માં ચોક્કસ જીતીશું.

Post a Comment

 
Top
Aapanu Gujarat