: send direct message to facebook :

વિધાનસભાની ચુંટણીમાં ઉપયોગમાં લેવાનારા ખામીયુક્ત ઇવીએમ અને વીવીપેટને બદલવા કોગ્રેંસે કરેલી અરજીનો હાઇકોર્ટે નિકાલ કર્યો છે . કોર્ટે એવું અવલોકન કર્યુ છે કે ચુંટણીપંચે તમામ ખામીયુકત મશીન બદલીને નવા મશીન ઉપલબ્ધ કર્યા છે તેથી અરજી કરવાનો હેતુ પૂર્ણ થાય છે. ચુંટણીપંચે એવી રજુઆત કરી હતી કે વીવીપેટની ચકાસણીનું કામ અલગ-અલગ તબક્કામાં કરવામાં આવે છે, હાલ ફસ્ટ લેવલ ચેકિંગ પૂર્ણ થઇ ચુકયુ છે.
ફસ્ટ લેવલ ચેકિંગ બાદ યુનિટને સીલ કરાય અને તેની નકલ અરજદારને સોંપવા હાઈકોર્ટે આદેશ આપ્યો છે.  હવે પછીનું ચેકિંગ ઉમેદવારના ફોર્મ ચકાસણી અને પરત ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ થશે. ત્યારબાદ ત્રીજા તબક્કાનું ચેકિંગ મતદાનના એક કલાક પહેલા કરવામાં આવશે. તેથી અરજદારે ઉઠાવેલા તમામ પ્રશ્નોનું નિરાકરણ આવી ગયુ છે. તેની સામે અરજદારે એવી રજુઆત કરી હતી કે ફસ્ટ લેવલ ચેકિંગ બાદ કન્ટ્રોલ યુનિટને સીલ કરવામાં આવે ત્યારે તેને લગતી નકલ અરજદારને આપવામાં આવે.કોર્ટે ચુંટણીપંચને આ નકલ અરજદારને આપવા આદેશ કરીને અરજીનો નિકાલ કર્યો હતો.

Post a Comment

 
Top
Aapanu Gujarat