: send direct message to facebook :

જન અધિકાર મંચ તમામ સીટો ઉપર અપક્ષ ઉમેદવાર ઉતારશે - મીટીંગમાં લેવાયો નિર્ણય.
         
          આજ રોજ અમદાવાદ ખાતે પ્રવીણ રામની આગેવાનીમાં જન અધિકાર મંચના આગેવાનોની ગુપ્ત બેઠક બોલાવવામાં આવી હતી આ ગુપ્ત મીટીંગમાં બંને માંથી કોઈ પણ પક્ષ જન અધિકાર મંચની માંગણીઓ મુદે ગંભીર નથી એવિ ચર્ચા થતા કમિટી દ્વારા કોઈપણ પક્ષને સમર્થન ના આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો તેમજ તમામ સીટો પર મજબુત અપક્ષ ઉમેદવાર ઉભો રાખી એમને જન અધિકાર મંચની ટીમે સમર્થન આપવું એવિ ચર્ચા થઇ હતી તેમજ ત્રણ દિવસ બાદ ફરી બધા હોદાદારોની મીટીંગ બોલાવવામાં આવી છે જેમાં જેમને અપક્ષ તરીકે ઉભા રાખવાના છે એવા મંચના હોદેદારોના નામ જાહેર થઇ જશે અને જે સીટમાં મજબુત હોદેદારો નહી હોય ત્યાં જે મજબુત અપક્ષ ઉમેદવાર લડતો હશે એમને જન અધિકાર મંચનું સંગઠન સમર્થન આપશે એવુંનક્કી કરી દેવામાં આવ્યું છે એવિ માહિતી મળી રહી છે અને ત્રણ દિવસ સુધીમાં કોઈ પક્ષનો હકારાત્મક અભિગમ આવશે તો એ બાબતે પણ ચર્ચા થશે.

         જન અધિકાર મંચે લોકોના સ્વાસ્થ્ય માટે ૬૦૦૦ મેડીકલસ્ટોર્સ બંધ કરાવ્યા છે તેમજ ૪૦૦૦ યુવાનોને રોજગારી અપાવી છે તેમજ ૧૬ લાખથી પણ વધુ ફિક્સ,કોન્ટ્રાકટ, આઉટસોર્સ, આશા, આંગણવાડી કર્મચારીઓ માટે લડત ચલાવી લાખો ફિક્સ કર્મચારીઓને ફાયદો પણ કરાવ્યો છે તેમજ લાખો ખેડૂતો અને ૩૦ લાખ બેરોજગાર યુવાનો માટે લડત ચલાવી છે ત્યારે તમામ આંદોલન કરતા જન અધિકાર મંચના આંદોલનને સફળતા વધુ મળી છે ત્યારે લોકોનો વિશ્વાસ આ મંચ સાથે જોદયેલોચે તેમજ આ મંચનું સંગઠનજીલ્લા લેવલે તેમજ તાલુકા લેવલે પણ છે તેમજ સૌરાષ્ટ્રના ૩૦૦૦ ગામડાઓમાં પણ આ મંચનું સંગઠન બનેલું છે જેમાં બેરોજગાર યુવાનો અને ખેડૂતોને હોદેદારો બનાવવામાં આવ્યા છે  ત્યારે જો આ મંચ તમામ સીટો પર અપક્ષ ઉમેદવારો ઉભા રાખે અથવા અપક્ષ ઉમેદવારને સપોર્ટ કરે તો ઘણી સીટોનાં પરિણામો ઉપર અસર પડી શકે છે ત્યારે આ બાબતે પ્રવીણ રામ અને મંચના હોદેદારોને પૂછતાં એમણે જવાબ આપવાનું ટાળ્યું હતું અને ત્રણ દિવસ બાદ જે કાઇ પણ હશે એ મીડિયાની સામે જાહેર કરી દઈશું એવું જણાવવામાં આવ્યું હતું ત્યારે જન અધિકાર મંચ જો તમામ સીટો પર અપક્ષ ઉમેદવાર ઉભા રાખશે તો પડદા પાછળ એમને ભાજપનો સપોર્ટ મળી શકે છે.

Post a Comment

 
Top
Aapanu Gujarat