: send direct message to facebook :

 હાર્દિક પટેલની કથિત સેક્સ સીડીને પાસ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો હતો. જેમાં સુરતના વિપુલ મેંદપરા(પટેલ) પર સમગ્ર ષડયંત્ર કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ત્યારે વિપુલ મેંદપરા વિષે તપાસ કરતાં તે સુરતમાં હીરાબાગ વિસ્તારમાં રહેતો હોવાનું જાણવા મળ્યું હતું. અને પાસે જણાવ્યું હતું કે, વિપુલ સુરત બહારના કાર્યક્રમોમાં હાર્દિક સાથે દેખાતો અને હાર્દિકનો વિશ્વાસ સંપાદન કરવા અમદાવાદમાં હાર્દિકના ઘર નજીક મકાન ભાડે રાખીને રહેતો હતો.
મૂળ સૌરાષ્ટ્રનો વતની વિપુલ મેંદપરા
વિપુલ મેંદપરા હાલ સુરતના હીરા બાગ નજીક આવેલી પૂર્વી સોસાયટીના એપાર્ટમેન્ટમાં રહે છે. વિપુલ મૂળ સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકાના ભુતીયા ગામનો રહેવાસી છે. તથા વિપુલના માનેલા મામા અમરશી રબારી ઉન નિગમના ચેરમેન હોવાથી તે ભાજપના સંપર્કમાં આવ્યો હોવાનું પાસ દ્વારા જણાવવામાં આવ્યું હતું. વિપુલ સુરતની પાસની મિટીંગમાં ક્યારેક દેખાતો હોવાનું તથા સુરત બહારના હાર્દિકના કાર્યક્રમમાં વધુ હાજર રહેતો હોવાનું પણ સુરત પાસ દ્વારા જણાવવામાં આવ્યું છે.
વિપુલે જીત્યો હાર્દિકનો વિશ્વાસ
વિપુલ અનામત આંદોલન વખતે સુરતમાં ઓછો પરંતુ હાર્દિકના અન્ય શહેરોના કાર્યક્રમોમાં વધારે હાજર રહેતો હતો. તથા ગાડી પણ આપતો હતો. આ સિવાય હાર્દિકના અમદાવાદ સ્થિત ઘર નજીક વિપુલે મકાન ભાડે રાખ્યું હતું. અને અન્ય પાસના યુવકો સાથે તે ફરતો હતો. આમ તે હાર્દિકનો વિશ્વાસ સંપાદન કરવામાં સફળ થયો હતો.
હાલ વિપુલ ઘરે નથી હાજર
સુરત હીરાબાગ સ્થિત વિપુલના ઘરે તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે, વિપુલ છેલ્લા બે ત્રણ દિવસ પહેલા રવિવારથી ઘરેથી ક્યાંક જતો રહ્યો છે. અને આ અંગે તેના પિતાએ ઓફ ધ રેકોર્ડ કહ્યું હતું કે, તે છેલ્લા એક વર્ષથી તે હાર્દિક સાથે આંદોલનમાં હતો. જો કે તેમણે સામે આવીને કંઈ કહેવાનો ઈનકાર કર્યો હતો. જો કે, મીડિયા પહોંચે તે અગાઉ પોલીસ પહેરો પણ હટાવી દેવામાં આવ્યો હોવાનું સ્થાનિકોએ કહ્યું હતું.
ભગવતી જ્વેલર્સ બે દિવસથી બંધ
પાસ દ્વારા વિપુલ મેંદપરાનું જે રીતે નામ જાહેર કરીને ભગવતી જ્વેલર્સમાંથી 60 લાખના દાગીના ખરીદવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. ત્યારે ભગવતી જ્વેલર્સ ખાતે તપાસ કરવામાં આવી હતી. ત્યારે ખોડીયારનગર મેઈન રોડ પર આવેલું આ ભગવતી જ્વેલર્સ પણ છેલ્લા બે ત્રણ દિવસથી બંધ હોવાનું આસપાસમાં રહેતા સ્થાનિક લોકોએ જણાવ્યું હતું.

Post a Comment

 
Top
Aapanu Gujarat