: send direct message to facebook :

             સૌરાષ્ટ્રમાં ગીર પંથકમાં ઇકોઝોનની વિસંગતતાના કારણે તાલાલા, ગીર ગઢડા, મેંદરડા, માળિયા હાટીના સહિત ૭ થી વધારે તાલુકા ૧૨૦ થી વધારે ગામો પર ઇકોઝોનનો કાળો કાયદો લગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જેના કારણે ગીર પંથકમાં ઇકોઝોનના મુદાને લઈને આંદોલન ઉગ્ર બન્યું હતું જેમાં ૫ થી ૭ તાલુકાના ખેડૂતો જોડાયા હતા પરંતુ સરકારે મંત્રણા કરતા આ આંદોલન શાંત થઇ ગયું હતું પરંતુ સરકારે ઇકોઝોનને લઈને આપેલ વચન મુજબ કાંઈ થયું ન હોવાથી પ્રવીણ રામે આગામી વિધાનસભાની ચુંટણીમાં ભાજપને મત ના આપી અને ભાજપે કરેલા અન્યાયનો બદલો લેવાનું એલાન કરાતા એ વિધાનસભા માંથી ભાજપમાંથી ચુંટણીમાં ઉતરનાર ઉમેદવારોમાં ફફડાટ પ્રસરી ગયો છે તાલાલા સહીત ૫ થી ૭ વિધાનસભાઓમાં ભાજપના ઉમેદવારોએ હારનો સામનો કરવો પડે એવિ પરિસ્થિતિનું નિર્માણ થઇ રહ્યું છે પાટીદાર, દલિત આંદોલનના કારણે ભાજપના ઉમેદવારોએ વિજય મેળવવોએ લોઢાના ચણા ચાવવા જેવું છે ત્યારે આ ૫ થી ૭  વિધાનસભામાં ઇકોઝોન પ્રશ્ન ફરી માર્કેટમાં આવતા ભાજપના ઉમેદવારોની મુશ્કેલીમાં વધારો થયો છે.
              પ્રવીણ રામે પત્રકારોને જણાવતા કહ્યું કે સરકારને ચુંટણી સુધીનો સમય આપવામાં આવ્યો હતો પરંતુ કોઈ નિરાકરણ આવ્યું નથી ત્યારે ભાજપને મત ના આપી અમારા ખેડૂતો પર થયેલા અન્યાયનો બદલો લઈશું અને એ માટે આ તમામ વિધાનસભાઓમાં ભાજપને મત ના આપવા ડોર ટુ ડોર કેમ્પેઈન ચલાવામાં આવશે.

Post a Comment

 
Top
Aapanu Gujarat