: send direct message to facebook :


ઓબીસી અનામત માટે અડધી રાતે બેઠકો કર્યા પછી કોંગ્રેસ- પાસમાં તેરી ભી ચૂપ મેરી ભી ચૂપ થઈ ગઈ છે. સરકાર સાથેની બેઠકો શરૃ થાય એ પહેલા અને પતે પછી તરત જ મિડિયામાં નિવેદનબાજીથી પાટીદાર, ગુજરાતની જનતાને ગેરમાર્ગે દોરનાર આંદોલનકારીઓ કોંગ્રેસે શું ઓફર કરી તે પણ કહી શક્યા નથી. એ દર્શાવે છે કે મંત્રણા નિષ્ફળ રહી. એમ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યુ છે.
પાસવાળા ફટાકડા લઈને કોંગ્રેસ સાથે બેઠક કરવા ગયા હતા આથી સૌને એમ હતુ કે પરોઢિયે બેઠક પત્યા પછી બીજા દિવસની સવારે અનામત અંગે આ બંને પક્ષો કંઈક બોલશે. એમાનું કંઈ જ થયુ નથી એ આખુ ગુજરાત જાણે છે. આ બંને પક્ષો સમાજને છેતરી રહ્યા હોવાનું જણાવતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રાજસ્થાનનુ ઉદાહરણ આપતા કહ્યુ કે ગુર્જરોને અનામત આપવા રાજસ્થાનની સરકારે કાયદો રચ્યો છતાંયે હાઈકોર્ટે તેને રદ્દ કર્યુ છે. સુપ્રિમકોર્ટના આદેશ પછી ૫૦ ટકાથી વધુ રિર્ઝવેશન શક્ય નથી. કોંગ્રેસ ચૂંટણી સુધી સમય પસાર કરવા થોડાક આંદોલનકારીઓને ટિકિટી આપીને પાટીદાર મતો લેવા માંગે છે તે ષડયંત્ર આ બેઠકમાં જ ખુલ્લુ પડયુ છે. કહેવાય છે કે, આ બંને પક્ષકારો નવી ૧૦ ટકા અનામત ઉભી કરીને તેને લોકસભામાં મંજૂર કરાવવાની નવી ફોમ્યુલા પણ લાવ્યા છે. જો કે, એ ખુબ લાંબી પ્રક્રિયા છે નરી છેતરપીંડી છે. રાજકિય સ્તરે પણ આ એક સમાજીક વિષય છે. આ નિસબતે પાટીદારો જ નહી, ઓબીસી, એસટી, એસસી વર્ગોને પણ જાણવા માંગે છે કે કોંગ્રેસ- પાસ શું કરી રહ્યુ છે. દિલ્હીથી આવેલા કપિલ સિબ્બલે પાસવાળાને શુ ઓફર આપી તે કોઈએ જાહેર કર્યુ નથી. એ જ સ્પષ્ટ કરે છે કે આ બંનેએ કુલડીમાં ગોળ ભાગ્યો છે.

Post a Comment

 
Top
Aapanu Gujarat