: send direct message to facebook :

માણસામાં હાર્દીકની સભાની મંજુરી રદ કર્યા બાદ કલેકટર તથા એસપીએ મંજુરી વગર સભા નહી કરવા દેવાની વાત કરી હતી, પરંતુ સભાનાં તે જ સ્થળે અને નક્કી થયેલા સમયે જ પાસની ભરચક સભા થઇ હતી. હાર્દીકે પાટીદારોને ગામે ગામ કલમ 144 લગાડી દેવા એલાન કર્યુ હતુ. હજારોની સંખ્યામાં લોકો સભામાં જોડાયા હતા. ભાજપને ઉખાડી ફેંકવાનાં આહવાન સાથે હાર્દિકે જણાવ્યુ હતુ કે, ‘માણસામાં મારા પિતા ભાજપમાંથી લડવા આવે તો પણ મત આપતા નહીં.’ અગાઉ હાર્દિકની રેલી દરમ્યાન એક કારમાં તોડફોડની ઘટના બહાર આવી હતી.
હાર્દિકનો પડકાર : ભાજપ ગામેગામ 144 લગાડી દે
પાસના નેતા હાર્દિક પટેલે શનિવારે માણસામાં જંગી રેલીને સંબોધન કર્યું હતું. રેલી અગાઉ તેણે ગાંધીનગર નજીક રૂપાલ મંદિરે દર્શન કર્યા હતા. હાર્દિકે લોકોને ભાજપને મત નહીં આપવાની હાકલ કરતા જણાવ્યું હતું કે માણસામાં બીજેપી મારા પિતાને ટિકિટ આપે તો પણ તેમને મત આપતા નહીં.
નલિયાકાંડની સીડી કેમ નથી આવતી?
હાર્દીક પટેલની કથીત સેક્સ સીડી બહાર પડ્યા બાદ માણસાની સભામાં જવાબ આપવાની વાત કરી હતી. ત્યારે હાર્દીકે જાહેરમાં જણાવ્યુ હતુ કે આદોલન અને સીડીનો કોઇ લેવા દેવા નહી, ટીવીમાં પાંચ દિવસ ચાલ્યુ પણ કોઇ ફેર પડતો નથી. હાર્દિકે પૂછ્ું હતું કે નલીયા કાંડની સીડી કેમ આવતી નથી.
રૂપાલમાં બબાલ : ગાડીના કાચ તૂટ્યાં
રૂપાલ ગામે વરદાયની માતાના દર્શને જતાં હાર્દિકના કાફલો અને ગાંધીનગર મહાનગર ભાજપ યુવા મોરચાના પ્રમુખ જીગર પટેલની ગાડીઓ સામસામી થઇ જતા બબાલ અને ત્યારબાદ મારામારી થઇ ગઇ હતી. જેમાં ટોળાંએ જીગર પટેલની ગાડીના કાચ અને લાઇટ્સ તોડવા સાથે ગાડીમાં તોડફોડ મચાવી દીધી હતી. જો કે જીગર પટેલ આ ગાડીમાં ન હોવાનું અને તેઓ યુવા મોરચાની બેઠકમાં ગાંધીનગર હોવાનું તેમણે કહ્યુ હતું.

Post a Comment

 
Top
Aapanu Gujarat