: send direct message to facebook :

વિધાનસભા ચૂંટણીમાં મૂરતિયાઓ કોણ હશે તેને લઈને હવે ચર્ચાએ જોર પકડવા માંડ્યું છે ત્યારે મળતી માહિતી પ્રમાણે કોંગ્રેસની પ્રથમ યાદી ફાઈનલ થઈ ગઈ છે. બીજી યાદીમાં પણ ઉમેદવારોની પસંદગી મોટેભાગે કરી લેવામાં આવી છે. પ્રથમ યાદીમાં કોંગ્રેસના વર્તમાન 40 ધારાસભ્યોને ટિકિટ આપવામાં આવશે. તે ઉપરાંત 70થી 90 જેટલા ઉમેદવારો નક્કી થઈ ગયા હોવાનું જાણવા મળે છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે દિલ્હીમાં સોનિયા ગાંધીના નિવાસ સ્થાને કોંગ્રેસની વર્કિગ કમિટીની બેઠક આજે મળી હતી. આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસના મોટા નેતાઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં 70થી વધુ ઉમેદવારોના નામ નક્કી કરાયા છે.
આ બેઠક પછી કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ પત્રકારો સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, આગામી 16મી તારીખે કોંગ્રેસના ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરશે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, 70થી વધુ ઉમેદવારો આ યાદીમાં હોઇ શકે છે.
કોંગ્રેસ દ્વારા 100 બેઠકો પર ઉમેદવારો નક્કી થયા પછી હજુ બાકીની 82 બેઠકો પર ઉમેદવારો નક્કી કરવા માટે દિલ્હીમાં બેઠકોનો દોર હાથ ધરવામાં આવ્યો છે.

Post a Comment

 
Top
Aapanu Gujarat